Tuesday, May 11, 2010

માતૃભાષા

આ મહીને ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા. ચોતરફ જયારે ગુજરાત અને ગુજરાતીઓ વિષે વાંચ્યું ત્યારે મન માં કઈક આવી લાગણીયો થયી..


જયારે પણ લાખો ત્યારે તે ભાષામાં જ લખવાનું મન થાય
વાંચન કરો તો પણ તે જ ભાષામાં વાંચવાનું ગમે
બોલવાનું થાય કે વાતો કરો તો પણ તે જ ભાષા બોલવી ગમે
પત્ર લખવાનો હોય અને થાય ચાલો ગુજરાતીમાં લખીએ
પુસ્તકાલયમાં જાવ અને ગુજરાતી વિભાગમાં થી દૂર જવું ન ગમે
ભાઈ બહેન, માં-બાપ, દોસ્તારો ના જુના લખેલ પત્રો સાચવી રાખો
કેમકે એ લાગણીઓ થી નિતરતા હોય છે, એમાંની મીઠી ભાષા ના લીધે
ભાષા કે જેમાં એક જ વાત કેટ-કેટલી અલગ અલગ રીતે કહી શકાય
અને જેના શબ્દો ના ભાષાંતર બીજી ભાષામાં શોધવા અશક્ય બની રહે
તે ભાષા કેટલી તો વિપુલ અને સમૃદ્ધ કે જેનો જોટો ન જડે
અવનવા શબ્દો અને તેના અવનવા અર્થ
વાક્યપ્રયોગ કરો કે કાવ્ય લાખો, શબ્દોની ખોટ નહિ
પ્રેમભરી લાગણીઓ દર્શાવવી હોય કે અત્યંત દુ:ખજનક પ્રસંગનું વર્ણન
કે પછી કોઈ ગુઢ વાત કે ભક્તિભાવ સભર કથા
ઉખાણા લખવા હોય કે કોઈ ગીત, હાઇકુ, નિબંધ કે વાર્તા
વિદેશીયો પણ એટલા રસપૂર્વક એને શીખે અને શીખવે
ત્યારે એમ થાય વાહ! ભાષા હોય તો આવી...
મારી માતૃભાષા ગુજરાતી જેવી.

-કાનન
૧લી મે, ૨૦૧૦

4 comments:

Bhavesh said...

wah kanan wah... dhanya chhe tamari gujarati mate ni lagan ne... jay jay garvi gujarat... shahbuddin bhai ni ek vat yad ave chhe... desh ni mahatta samjvi hoi to pardesh javu...:)

chinmai said...

excellent...!!

Meera said...

Beautiful :)

Kanan said...

ભાવેશ, ખરેખર ભારત થી દૂર આવ્યા તો ખબર પડી કે ભારત શું છે, ગુજરાત શું છે, ગુજરાતી શું છે. જો ત્યાં જ હોત તો કદાચ આટલી જલ્દી ખબર ન પડી હોત. જય જય ગરવી ગુજરાત!


ચિન્મયી, મીરાં, બંને નો ઘણો ઘણો આભાર.