Tuesday, May 20, 2008

જૉક

એક ભાઇ કચ્છના રણ થી નજીક રહેતા હતા એટલે જ્યારે ઘરે કોઇ મહેમાન આવે ત્યારે રણ જોવા લઇ જાય. એક વાર એક મહેમાન આવ્યા એટલે ફરી વાર રણ માં જવાનું થ્યું.

રણમાં થોડું ચાલ્યા હશે ત્યાં તો યજમાનને રેતીમાં એક ટોપો દેખાણો. કોઇ દિવસ આમ રણમાં ટોપો જોયેલો નહિ એટલે થોડું અચરજ જેવું લાગ્યું. નજીક જઇને ટોપો ઉંચો કર્યો તો વાળ દેખાણા... હવે તો વધારે ઇંતેજારી થઇ કે આ શું વળી?

ધીમે ધીમે કરી ને રેતી ખસેડવા મંડ્યા ત્યાં તો કપાળ દેખાણું અને પછી આંખ્યું અને નાક અને વળી પાછી આંખ્યો પટપટાવે... એટલે વધુ રેતી ખસેડી તો પાછું મોઢુંય દેખાણું... આજુ-બાજુ માં થી વધારે રેતી ખસેડી એટલે રેતીમાં હતા ઇ ભાઇ બોલ્યા "તમારે તો હજી ઘણું બધું ખોદવું પડશે..." યજમાન પૂછે "કેમ?" ઓલો કહે "હું સાંઢિયા પર બેઠો છું..." યજમાન બધી રેતી પાછી એના માથા પર નાંખી ને ટોપો ઓઢાઢી ભાગ્યા.