Wednesday, November 7, 2007

on દિવાળી

દિવાળી આવી છે, ચાલો સૌ,અભિમાન , આડંબરનેમાટીના માટલામાં મૂકી,ગામના ઊકરડે મૂકી દઈએ ..પ્રેમના પ્યાલામાં સ્નેહનીસાકર ભરી,પડોશી પોતાના માની ,સ્નેહી-સગા સૌને પીવા આપીએ.. નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,ચાલો સૌ નિરાશા છોડી, એનુંસ્વાગત કરીએ.અણગમાનો જૂનો વેષ , દ્વેષ ઉતારી,ચાલો સૌ "સૌ નેગમતા"સોહામણા વેશ પહેરીએ.તારી-મારી વાતોનું વહેમ વડુ,ચાલો સૌ એને દૂર, દૂર કોઈ કૂંડાળામાં પધરાવી દઈએ ..ઘર આંગણે 'શુભ' કંકુનોસાથિયો દોરી,ચાલો સૌનું શુભ-આગમન કરી એ.દિવાળી આવી છે,સાથ નવા વર્ષની શુભ-વધાઈલાવી છે,ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,વિશ્વ-કુટુંબની ભાવના ધરી,માનવી સૌ એક બનીએ.

___________________________________________________________
PS: This is courtsey Drhemani's scrap on orkut. Wish U all a very Happy Diwali and a prosperous New Year :D

Tuesday, November 6, 2007

વિધ્યા

વાત નીકળી ત્યારે કે જ્યારે હુ કોઇક વાતે આ સુવાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરવા બેઠી. શું કામ તે પાછી બીજી લાંબી વાત છે પણ ટૂંકમાં મારે આ વાક્યનો અનુવાદ કરવો હતો, કોઇ પણ સંજોગે.

સુવાક્ય છે "વિધ્યા વિનયથી શોભે છે" કે જે સંસ્કૃતનાં "विध्या विनयेन शोभते" પરથી અવનુવાદિત છે. પહેલા તો "વિધ્યા" માટે પોતાનેે જેટલા શબ્દો ખબર હતા તેની યાદી બનાવી પણ કાઇ મેળ ન પડ્યો. પછી લોકોને પુછવાનુ ચલુ કર્યુ પણ એમાંય કાઇ જમાવટ ન થઇ, અને ત્યાર પછી ઇન્ટરનેટ પર પણ નિષફળતાથી શોધીને છેવટે મન મનાવ્યુ કે આ શબ્દ માટે અંગ્રેજીમાં કોઇ શબ્દ છે જ નહી.

આનુ અંગ્રેજી કરો એટલે ખબર પડે કે ખરેખર આ શદ્બને માટે કોઇ અંગ્રેજી શબ્દ છે જ નહી. ગમે તેટલા શબ્દો લ્યો પણ તે બધા માટે બીજો એક વધુ યોગ્ય કે બંધબેસતો ગુજરાતી શબ્દ તમને મળી રહેશે.

ત્યાર પછી વિચારતા સમજાયુ કે અમુક ભાષાઓ કેટલી બહુ સમ્રુધ્ધ હોય છે જેમકે આપણી મત્રુભાષા ગુજરાતી; પણ અમુક ભાષાઓ એકદમ કંગાળ... દાખલા તરીકે અંગ્રેજી. આવી વાતો અને કિસ્સાઓ સાંભળીએ ત્યારે ખબર પડે કે આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતી કેટલી ઉચ્ચ પ્રકારની અને માનનીય છે પણ ઘણી વાર આપણે તેને યોગ્યતા પ્રમાણે માન નથી આપતા. વધુ ફિલસૂફી તરફ વળ્યા વગર અહી જ અટકુંું...

જો આપને લાગતુ હોય કે તમને આ શબ્દનુ અંગ્રેજી ખબર છે તો જરુર જણાવશો.