Sunday, September 30, 2007

તારી યાદ !

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

Saturday, September 22, 2007

પ્રણય

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ -આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.

જીવનની ઊંડાઈ…

સંબંધ ગાઢ થાય છે, પણ અંતર વધતું જાય છે,
ખબર પડી છે આજે શું છે આ દિલની ઊંડાઈ…

એકસાથે ઊભરાઈ છે બધું, એની પાંપણ છલકાઈ છે,
ખબર પડી છે આજે શું છે આ દરીયાની ઊંડાઇ…

વાતો આજે ખુબ કરીશું, ખુબ કરીશું-ખુબ કરીશું,
ખબર તો પડે એને પણ શું છે મારા મનની ઊંડાઈ…

આ તે કેવું મન છે એમનું, છે જાણ્યું છતાં અજાણ્યું,
કેમેય કરી પરખાતી નથી આ આકાશની ઊંડાઈ…

ક્યારેક, અરે! ક્યારેક તો આવે કોઇ મારા આંગણે,
એમ તે વળી શી રીતે બતાવું મારા દિલની ઊંડાઈ…

કદી પકડમાં છે અમારી તો છે કદી સુદુર અહીંથી,
સમજાતી નથી જરા પણ આ ગાંડા સમયની ઊંડાઈ…

મોત એને પૂરી દેશે પળવારમાં, જાણો છો ને ??
બિચારી કેટલી છીછરી છે ’ગહન’ જીવનની ઊંડાઈ…

Thursday, September 20, 2007

ગુજરાતી માં ટાઇપ કરવાની પધ્ધતિ - How to Type in Gujarati in Blogs

લાગે છે આપણે સૌ ને ગુજરાતીમાં ટાઇપ કરવા માટે થોડી મદદ ની જરૂર છે.


 • તમારા કમ્પુટર પર કોઇ પણ ફેરફાર કર્યા વગર, ગુજરાતીમાં ટાઇપ કરવા અહી ક્લિક કરોઃ Link
  "Type Gujarati" લિન્ક પર જઇ ને ટાઇપ કરો અને પછી તમારા બ્લોગમાં કોપિ-પેસ્ટ કરો. • તમારા કમ્પુટર પર ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરીને ગુજરાતીમાં ટાઇપ કરવાની માહિતી માટે અહી ક્લિક કરોઃ Link
  આ પધ્ધતિ અનુસર્યા બાદ તમે તમારા કમ્પુટર પર નોટપેડ કે બીજા કોઇ ટેક્ષ્ટ-એડિટર મારફત સીધુ ગુજરાતીમાં લખી શકશો.


  આ માહિતી વાંચ્યા પછી પણ જો આપને વધુ મદદની જરૂર હોય તો વિના સંકોચે જણાવવા વિનંતી.

  બીજી ભાષાઓમાં ટાઇપ કરવા અહી ક્લિક કરો: Link
 • મારી કોઇ ડાળખી માં પાંદ્ળા નથી

  adding a photo here ...

  મારી કોઇ ડાળખી માં પાંદ્ળા નથી, મને પાન્ખર્ ની બીક્ ના બતાવો, મને પાન્ખર્ ની બીક્ ના બતાવો.(1)

  પંખી સહીત્ હવા ચાત્રી ને જાય્ એવુ અશાડી દીવસો માં લાગે , અંlબા નું સાવ્ ભલે લાક્ડું કેહ્વવં તોએ મારા માં જાડ્ હજી જાગે, મારા માં જાડ્ હજી જાગે, માળા માં ગોઠ્વેલી સડિઓ નથી મને વીજ્ડી ની બીક્ ના બતાવો.
  (1)

  ઍકે ડાળી થી હવે જીલીઓ ના જાય્ , રાતી કીડી નો ઍ ભાર્ , એક્ પાછી એક્ ડાળ્ ઢ્ળ્તી જોઊ ને થાએ પડ્વા ને કેટ્લી છે વાર્ , પડ્વા ને કેટ્લી છે વાર્ ,
  બરફ્ માં હું ગોઠ્વેલુ પાણી નથી મને સુરજ્ ની બીક્ ના બતાવો.
  (1)

  _______________________________________________________
  Disclaimer : Pls bear all the spelling mistakes , its a tough job writing in gujarati. This is a poem taught to me at my music class . Its a beautiful composition depicting the apathy of old age. Enjoy....
  Tuesday, September 18, 2007

  Welcome!

  Ladies and Gents,
  Presenting mademoiselle Chinmai Hemani!!... An engineer, an excellent creative writer (here is a link to one of her posts just to prove this point), a very good photographer and a good singer from Rajkot. She is my college senior though I know her more as a co-blogger than anything else. After having a look at this new blog she expressed interest to be a part of it.

  Chinmai, on behalf of everyone here, I welcome you on board. Look forward to some creative writeups in Gujarati from you :-) Get going...

  Monday, September 17, 2007

  અછાન્દસ્ય્...

  ગુજરાતી મારી મા છે
  સસ્ક્રુત્ મારી દાદીમા છે
  અન્ગ્રેજી પડોશ મા રહેતી રુપાળી મહીલા છે
  દિવાળી ના દિવસે રુપાળી મહીલા ને પ્રણામ કરી ને 101 ડોલર લઈશ..!!
  પણ ઉન્ઘ આવે તો મરી માનુ જ હાલરડુ સામ્ભળીશ
  અને માદો પડુ તો મારિ દાદીમા ના હાથ ના સુઠ ગન્ઠોડા ખઈશ :)

  -A K Jaha (Ex Collector of Baroda)

  Sunday, September 16, 2007

  Friday, September 14, 2007

  હુ ને ચન્દુ છાના-માના કાતરીયામા પેઠા

  We used to sing this poetry in my 4th standard's (English medium) music class. I can still recall it vividly! Sadly enough, I've forgotten the name of the teacher but her face, her smile, her saari's colors and her latkas while singing this song are still as fresh as if it was yesterday. :) I think you'd have to be that naughty and mischievous to enjoy this song! Anyone who has been so would know what I mean.


  (હુ ને ચન્દુ છાના-માના કાતરીયામા પેઠા (2)
  લેસન પડતુ મૂકી (2)
  ફિલમ ફિલમ રમવા બેઠા) (2)
  હુ ને ચન્દુ છાના-માના કાતરીયામા પેઠા

  (મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લૂંગી (2)
  પડદો બાન્ધી અમે બનાવી ફિલમ એની મૂંગી) (2)
  દાદાજી ના ચશ્મા મા થી કાઢી લીધો કાચ
  એનાથી ચાન્દરડા પાડ્યા પડદા ઉપર પાંચ

  (ચન્દુ ફિલમ પાડે ત્યારે જોવા આવુ હુ
  હુ ફિલમ પાડુ તો જોવા આવે છે ચન્દુ) (2)
  હુ ને ચન્દુ છાના-માના કાતરીયામા પેઠા

  કાતરીયામા છુપાઇ ને બેઠી'તી બિલ્લી એક (3)
  ઉન્દરડી ને ભાળી એવી તરત લગાવી ઠેક

  કાતરીયામા છુપાઇ ને બેઠી'તી બિલ્લી એક
  ઉન્દરડી ને ભાળી એવી તરત લગાવી ઠેક

  (ઉન્દરડી છટકી ને બિલ્લી ચન્દુ ઉપર આવી
  બીક લાગતા ચન્દુ સાથે ચીસો મે ગજાવી) (2)

  ઓ મા!

  દોડમ-દોડી ઉપર આવી પહોચ્યા મમ્મી-પપ્પા (2)
  ચન્દુડીયાનો કાન આમળ્યો મને લગાવ્યા થપ્પા (2)

  હુ ને ચન્દુ છાના-માના કાતરીયામા પેઠા (2)
  લેસન પડતુ મૂકી (2)
  ફિલમ ફિલમ રમવા બેઠા

  બે હઝલ..!

  Heard these in one hasysa kavi sammelan recently... there are a few more that i liked but this one is too subtle!!

  1.
  એક છોકરો એક છોકરી એક બીજા મા મગન થયા
  લોક બીચારુ સાવ જ ભોળુ એમ સમજે કે લગન થયા ;)

  And not really hillarious but look at the feelings in this one...

  2.
  એમ પુછી ને થાય નહિ પ્રેમ
  દરીયા ના મોજા કૈ રેતી ને પુછે
  તને ભીન્જાવુ ગમશે કે કેમ?
  એમ પુછી ને થાય નહિ પ્રેમ

  -Tushar Shukla

  Thursday, September 13, 2007

  મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને

  Just came across this one very recently and found it very interesting. I am yet to listen to how it sounds in sur/taal... So have you guys ever felt the way Ramesh Gupta describes? ;)


  મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને
  ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને (2)
  બિમાર કરીને... મારા ભોળા દિલનો.
  મે વિનવ્યુ વારમ્વાર કે દિલ સાફ કરી લ્યો (2)
  કઇ ભૂલ હો મારી તો માફ કરી દ્યો (2)
  ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને ચાલ્યા ગયા...
  એક બોલ પર એના મે મારી જિન્દગી વારી (2)
  એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી?
  આ જોઇને, ને રોઇને દિલ મારઉ કહે છે,
  શુ પામ્યા જિન્દગીભર આહા! કરીને? ચાલ્યા ગયા...
  છો ને થયી તકરાર હજુ પ્યાર બાકી છે,
  બન્ને દિલોમા પ્રેમની ઝંકાર બાકી છે,
  સંસારના વહેવારનો વેપાર બાકી છે,
  બન્ને દિલોના મળવા, હજી તાર બકી છે (2)
  અભિમાનમા ફુલાઇ ગયા, જોયુ ના ફરીને ચાલ્યા ગયા...

  - રમેશ ગુપ્તા

  Wednesday, September 12, 2007

  મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ

  This has been my favorite prayer since childhood. What a noble thought!

  મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ મુજ હૈયા મા વહ્યા કરે
  શુભ થાઓ આ સકલ વિશ્વનુ એવી ભાવના નિત્ય રહે

  ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારુ ન્રુત્ય કરે
  એ સંતોના ચરણ કમળમા મુજ જીવન નુ અર્ઘ્ય રહે
  દીન-દુ:ખીયા ને ધર્મ વિહોણા દેખી દિલમા દર્દ રહે
  કરુણા ભીની આંખો મા થી અશ્રુ નો શુભ શ્રોત વહે

  માર્ગ ભૂલેલા જીવન-પથિક ને માર્ગ ચિન્ધવા ઉભો રહુ
  કરે ઉપેક્ષા એ મારગની તો એ ક્ષમતા ચિત્ત ઘરુ
  માનવતાની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે
  વેર ઝેર ના પાપ ત્યજી ને મંગલ ગીતો રેલાવે

  મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ મુજ હૈયા મા વહ્યા કરે
  શુભ થાઓ આ સકલ વિશ્વનુ એવી ભાવના નિત્ય રહે

  Tuesday, September 11, 2007

  Vandanawali....!!

  Let me start by posting a tribute to our mother-tongue...

  મળી હેમ આશિષ, નરસિહ મીરા,

  થયા પ્રેમ ભક્ત દયારામ ધીરા,

  સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,

  મળી માત્રુભાષા મને ગુજરાતી,

  મળી માત્રુભાષા મને ગુજરાતી.

  To the best of my knowledge this poem has been written by incumbent chief minister of gujarat. Shri Narendra Modi...:)