Wednesday, October 15, 2008

વાત વાત માં તમને વંકૂ પડે ને પાછી વાત નું વતેસર થઈ જાતું
શમણા ની ડાળ પર મહેકી મહેકી ને ફૂલ એકલુ આટૂલું રહી જાતું ને પાછી વાત નું વતેસર થઈ જાતું

(incomplete poem will complete as and how i recall it :) )

Wednesday, October 1, 2008

દૈનિક પ્રાર્થના

~~~~~
ઇશનું આ રાજ છે આખું જે જે આ અવનિ વિષે
ત્યાગી ને ભોગવી જાણો વાંછો માં ધન અન્યનું
~~~~~
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા
મહા મૃત્યુંમાંથી અમૃત સમિપે નાથ લઇ જા
તું હિણો હું છું તો તુજ દરસના દાન દઇ જા
~~~~~
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું
સિદ્ધ બુદ્ધ તું સ્કન્દવિનાયક સવિતા પાવક તું
બ્રહ્મમસ્દ તું અકળ શક્તિ તું ઇસુ પિતા પ્રભુ તું
રુદ્ર વિષ્ણુ તું રામ ક્રિશ્ન તું રહિમ તાઓ તું
વાસુદેવ ગોપી સ્વરુપ તું ચિદાનંદ હરિ તું
અદ્વિતીય તું અકાળ નિર્ભય આત્મલિંગ શિવ તું


~~~~~
સર્વદા સૌ સુખી થાઓ
સમતા સૌ સમઆચરો
સર્વત્ર દિવ્યતા વ્યાપો
સર્વત્ર શાંતિ વિસ્તરો
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
~~~~~
આરતી કીજે શ્રી રઘુવરકી
દશરથ નંદન જય સિયાવરકી
આરતી કીજે રામ
શ્રી રામ શ્રી રામ
શ્રી રામ શ્રી રામ
~~~~~
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
શ્રી રામ જય જય રામ
~~~~~
ઓ ઇશ્વર ભજિયે તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઇયે થાય અમારા કામ
હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ
રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર
~~~~~

Wednesday, September 24, 2008

રાઘા માધવથી રિસાણી...

રાઘા માધવથી રિસાણી (૨)
પીઠ ઘરીને ખૂણે ઉભી (૨)
ઘેલો ઘુંઘટ તાણી
રાઘા માધવથી રિસાણી

બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી હો...
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી
અંતરના ઉકળાટે આવ્યા (૨)
પાપણ ઉપર પાણી
રાઘા માધવથી રિસાણી

કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની હો...
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની
વાંસળી મારી કેમ જડે ના (૨)
બોલ્યો કન્હૈયો તાણી
રાઘા માધવથી રિસાણી

(ક્યાં પેલો એક વાંસનો ટુકડો ને
ક્યાં હું રૂપની રાણી) (૨)
એ અભિમાનના તાપે સુકાણી (૨)
સ્નેહ તણી સરવાણી
રાઘા માધવથી રિસાણી
રાઘા... રાઘા... રાઘા...
રાઘા માધવથી રિસાણી

ગાયકઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

Saturday, September 20, 2008

કયાં ગઈ આપણા ગુજરાતી ઓ ની વ્યવ્સાઈ સૂજ?

કયાં ગઈ આપણા ગુજરાતી ઓ ની વ્યવ્સાઈ સૂજ? આપણી પેઢી ના યુવાન ને યુવતી ઓ ને આસાની થી હવે મોટી પેઢી માં નોકરી મલી જતા વ્યવ્સાઈ સૂજ ઓછી થ્તી જણાઇ છે. આપનો શું મત છે?

Thursday, August 28, 2008

લાશ મારી પરંતુ તરાવી દીધી !!

થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

-‘બેફામ’

Thursday, July 10, 2008

કહેવાય નહી !!!!

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી

શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ "ઘાયલ"
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

- અમૃત ‘ઘાયલ’

Wednesday, July 2, 2008

જૉક્સ

એક વાર છગન અને મગન વાતો કરતા હતા.

છગનઃ લ્યા, તારી પાછળ વાઘ પડે તો તું શું કરે?
મગનઃ તો હું દોડવા માંડું.

છગનઃ અને જો વાઘ પણ તારી પાછળ દોડવા માંડે તો તું શું કરે?
મગનઃ તો હું જલ્દી થી દોડવા માંડું.

છગનઃ જો વાઘ પણ તારી પાછળ જલ્દી થી દોડવા માંડે તો?
મગનઃ તો હું એનાથી પણ વધુ ઝડપ થી દોડવા માંડું.

છગનઃ પછી વાઘ પણ વધુ ઝડપ થી દોડવા માંડે તો તું શું કરે?
મગનઃ તો પછી હું ઝાડ પર ચડી જાઉ.

છગનઃ અને જો વાઘ પણ તારી પાછળ ઝાડ પર ચડી જાય તો તું શું કરે?
મગનઃ પછી મારે ક્યાં કાંઇ કરવાનું હોય? જે કરવાનું હોય તે તો વાઘે હોય ને.