Saturday, October 20, 2007

નશો ચડ્યો છે મને

મેહફિલ ની રંગત જોઈને થોડાક શબ્દો સુજી આવ્યા...

જામી છે મેહફિલ, મને પણ કાંઇક કેહવા દો,
નશો ચડ્યો છે શબ્દોનો, બેભાન રેહવા દો,
ખુલી આંખે તો જુઠનુ સગપણ છે,
નશામાં જ કહી નાખું દાસ્તાન, આંસુઓને વેહવા દો

Saturday, October 13, 2007

લાભુ મેરાઈ!!

સજ્જનો અને સન્નારિ ઓ,
લાભુ મેરાઈ.. શાબુદ્દિન રાથોડ ની ખુબ જ જાણીતી મિમિક્રી માનિ આ એક તમારિ માટે પ્રસ્તુત છે.

I have recorded this in my voice but those who know the story would testify to the fact that it follows more or less the same lines!! This is no way an attempt to copy the great man and I hope there are no copy right issues!! For those who haven't heard this before, I am sure you will enjoy this. Get going.

Thursday, October 11, 2007

બખેડા

Disclaimer: This post does not intend to offend any person of the Khedawal community.

છેલ્લા અમુક દિવસથી આ શબ્દ મગજમાં ભમ્યા કરે છે. હવે થયુ એવુ કે કોઇકની વાત કરતા હતા અને મે પુછયુ ફલાણા ભાઇ વિષે, "કે એ ખેડાવાળા કહેવાય?" (ખેડાવાળા એ એક બ્રાહ્મણો ની ગ્નાતી છે) એટલે બાજુમાં બેઠા હતા તે ભાઇ કહ,ે "ના એ ભાઇ ખેડાવાળા નહિ , બખેડાવાળા છે" અને બધા હસી પડ્યા અને પછી તો મોટી ચર્ચા ચાલી બખેડા વિષે.

એટલે થયુ ચાલો આજે એના પર કૈક લખીયે. શબ્દકોષમાં જોવો તો બખેડા-ખોર એટલે કજીયાળુ અથવા તો ઝઘડાળુ એવો અર્થ બતાવે છે. પણ ખરેખર જોઇયે તો આપ્ણે બખેડા શબ્દ નો ઉપયોગ જુદી રીતે કરતા હોઇયે છીએ. મારા માનવા પ્રમાણે જો આપણે કજીયાળુ માણસો ને મળીએ તો તરત ખબર પડી જાય કે કજીયાળૂ છે પણ બખેડા-ખોર ને મળો તો તરત ખબર ન પડે.

કોઇ માણસ એવુ હોય કે બધો વખત ઉંધા ધંધા જ કરતુ હોય તો આપ્ણે કહીયે બહુ બખેડા છે એને તો. કોઇક વાર કોઇ મુશ્કેલીમાં ફસાઇ જાય તો આપણે કહીયે એને તો બહુ બખેડા થઇ ગયા. રોજ-બરોજ ઘણા લોકો મળતા હોય જે બખેડા-બાજ ના વર્ગમાં આવે. પણ વાંધો ક્યા આવે કે આવા લોકો પોતાને સૌથી શાણા માનતા હોય. એટલે આપણે વિચાર એ કરવાનો કે એને એવુ કઇ રીતે કહેવાય કે "ભાઇ તુ બખેડા કર મા". ઘણી વાર આપણે પોતે બખેડા કરતા હોઇયે છીએ, હો! ;) (હવે એ મારે પોતાને વિચારવુ પડશે કે ક્યારે! આમ તો જોકે હુ કાઇ બખેડા નો કરુ)

હવે તમને જો બખેડા ની આ વ્યાખ્યામાં ઉમેરો કરવો હોય તો જરુર કરશો. અને નહી તો એ તો કહો કે તમે કેટલા બખેડા-ખોરો ને ઓળખો છો? :D

તારી હથેળી ને દરિયો માની.....

તારી હથેળી ને દરિયો માની ને કોય્ ઝંખનાને સોંપે સુકાન્, એને રેતી ની ડમરી નો ડૂમો મળે , એનો અલ્હા બેલી, એનો અલ્હા બેલી,

ખજૂરી ની છાંયા માં વર્સે છે જાંજવા ને વેણુ માં તર્સે છે વાંભ્,
કુંવા થંભે થી હવે સોણલા રળે છે , કોરી આંખો ને અવસર્ ની જાણ્ (2)
તારી હથેળી ને રેતી માની ને કોય્ ઊંટો ના શોધે મૂકામ્ , એને કોરી કટ્ માંછ્લી ની જાડો મળે , એનો અલ્હા બેલી, એનો અલ્હા બેલી,

(1)..

કોની હથેળી માં કોનું છે સૂખ્ કોને દરિયો મળે ને કોને રેતિ, વર્તાડા મૌસમ્ ના ભૂલી જઈ ને એક્ ઝંખનાને રાખવાની વહેતી, તારી હથેળી ને કાંઠો માની ને કોય્ લાંગરે ને ઊઠે તોફાન્, એના આવસર્ થી વેળુ માં પગલાં પડે, એનો અલ્હા બેલી, એનો અલ્હા બેલી,

(1) ..

_______________________________________________________
this is also a beautiful composition , asked my music sir the meaning of what the poet tries to say here. The poet intends to say that please dont expect something more from a person than what he/she can deliver . If the expectation levels are made so high that the person cant reach it , it will land into disasters in relations and only god can save such people who inspite of knowing the limitation of others continue to pose their expectations . Such a true saying. Lifes upheavels are caused by over expectations and under delivering .. I was truely impressed by the poem once i found out its meaning .. enjoy..

સત્ ને વાગે છે શાની ઠેસ્

સત્ ને વાગે છે શાની ઠેસ્ , ઓ સાઈ ક્યો ને સત્ ને વાગે છે શાની ઠેસ્ ,..(1)

કર્મી ને કેમ્ છે કલેષ્ , ઓ સાઈ ક્યો ને સત્ ને વાગે છે શાની ઠેસ્ ,
સૂરજ્ તો રોજ્ અહિ આવે છે તોય્ કેમ્ દીવસ્ ને અંધારું લાગે,
ચાલે છે જૂંઠૂં જોને વાન્કું ચૂંકૂં તોયે, કાંકરી જેવું ક્યાય લાગે
આવા તે કોના છે આદેશ્ , ઓ સાઈ ક્યો ને સત્ ને વાગે છે શાની ઠેસ્ ,
(1)

શ્રધ્ધા તો સુન્ મુન્ થઈને બેઠી ને ક્ષમતા ના ફડ્ નથી દીઠા,
નિતિ ને જોઇ સવ્ નાસે છે દૂર્ ને , કપટ્ ના ફડ્ દીઠા મીઠા,
અધમ્ ને આપે પર્વેશ્ , ઓ સાઈ ક્યો ને સત્ ને વાગે છે શાની ઠેસ્

(1)

________________________________________________________________

Its a beautiful and a very meaningful composition..