સંબંધ ગાઢ થાય છે, પણ અંતર વધતું જાય છે,
ખબર પડી છે આજે શું છે આ દિલની ઊંડાઈ…
એકસાથે ઊભરાઈ છે બધું, એની પાંપણ છલકાઈ છે,
ખબર પડી છે આજે શું છે આ દરીયાની ઊંડાઇ…
વાતો આજે ખુબ કરીશું, ખુબ કરીશું-ખુબ કરીશું,
ખબર તો પડે એને પણ શું છે મારા મનની ઊંડાઈ…
આ તે કેવું મન છે એમનું, છે જાણ્યું છતાં અજાણ્યું,
કેમેય કરી પરખાતી નથી આ આકાશની ઊંડાઈ…
ક્યારેક, અરે! ક્યારેક તો આવે કોઇ મારા આંગણે,
એમ તે વળી શી રીતે બતાવું મારા દિલની ઊંડાઈ…
કદી પકડમાં છે અમારી તો છે કદી સુદુર અહીંથી,
સમજાતી નથી જરા પણ આ ગાંડા સમયની ઊંડાઈ…
મોત એને પૂરી દેશે પળવારમાં, જાણો છો ને ??
બિચારી કેટલી છીછરી છે ’ગહન’ જીવનની ઊંડાઈ…
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
વાહ શુ લખ્યુ છે! ભેજા ના ફુર્ચા ઉડી જાય એવુ... એકદમ mind-blowing!
Post a Comment