ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
આંખ મિલાવી આંખ કાં સંતાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
પ્રેમનો અંજામ પણ આવો હશે ન્હોતી ખબર (૨)
દિલ દઇ દિલ્દાર પણ છોડી જશે ન્હોતી ખબર
આંખે આવી શમણા કાં વિખરાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું (૨)
આંધીમાં અટવાયો છું મજબૂર છું કોને કહું
ગુનો નથી પણ સજા મને કાં થાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
મન-મંદિર માં દેવ બનાવી જેની પૂજા કરતી'તી (૨)
આશાનાં દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
Friday, January 4, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
કાનન - એકદમ સરસ. હ્રદય ને તોડી નાખ્યું. એક મુંઝવણ છે, "સાચો પ્રેમ અમુક સમયે કેમ અધુરો રહી જાય છે?" - પ્રેમ "સાચો" છે કે "સાચો" હોવાનો "આભાસ" હોય છે!
ઈચ્છા રાખુ કે કોઈ ના જીવન મા આવી પરિસ્તિથી ના આવે.
આવા બીજા ગીત હોય તો બ્લોગ ને સજાવી દો, કાનન બહેન.
wow.. wonderful poem ... gr8 going .. wud be coming up wid one of the posts pretty soon ...
bhai bhai ..excellent .. who is the singer?
@જીગરઃ ગીત ગમ્યું જાણી ઘણો આનંદ થયો. ઃ) બીજા આવા ગીત મળશે એટલે ચોક્કસ જણાવીશ.
સૌથી પહેલા તો પ્રેમ છે કે નહિ તે જાણવું પડે અને પછી વાત આવે સાચા પ્રેમ ની. આ જમાનામાં આવો ઉચ્ચ કોટીનો પ્રેમ બહુ ઓછો જોવા મળે છે કે જેમા કોઇ સ્વાર્થની ભાવના કે સ્પ્રુહા ન હોય.
@ચિન્મયીઃ સરસ... જરૂરથી પોસ્ટ કરજે.
@ભાવેશઃ આ વિડીઓમાં કોણ ગાય છે તે તો ખબર નથી મને પણ જે ગીત ફિલ્મ "પારકી થાપણ" માં છે તે આશા ભોંસલે અને બદ્રિ પવાર નું ગાયેલું છે જે મારા મત પ્રમાણે વધુ સુંદર છે. મારાથી બનશે તો હમણા અહિયા પોસ્ટ કરીશ. એટલે સાંભળી જરૂર જણાવજે કયું વધુ ગમ્યું.
Post a Comment