Tuesday, January 1, 2008

કોના પાછળ ભાગવું હવે ?

મૃગજળ ની પાછળ ન ભાગો,
એ તો એક આભાસ હોય છે,

સ્વપ્નની પાછળ ન ભાગો,
એ તો એક અહેસાસ હોય છે,

સુંદરતા પાછળ ન ભાગો,
એ તો એક દેખાવ હોય છે,

એવા મિત્રો પાછળ ન ભાગો,
જે ખાય ને ખોદનારા હોય છે,

પ્રેમ પાછળ ન ભાગો,
એમાં બદનામી હોય છે,

દુનિયા પાછળ ન ભાગો,
એ તો હવે ઝુલ્મી થઈ છે,

'કપિલ'તો કોના પાછળ ભાગવું હવે ?
જેના મન સાફ અને કાળજા કોરા હોય છે.

-કપિલ દવે

9 comments:

Bhavesh said...

.. pan hu em kahu chhu ke bhagvu jaruri chhe? ;)

chinmai said...

" જેના મન સાફ અને કાળજા કોરા હોય છે " thats the most difficult to search ..

Jigar said...

ભાવેશ - હવે જીવન માં ક્યારેક તો કોઇક ની પાછળ ભાગવુ તો પડશે જ ને. પણ 'કપિલ દવે' કહે છે કે ભાગો તો એની પાછળ ભાગો કે જેનાથી તમે થાપ ન ખાઓ.

ચિનમય - તુ એકદમ સાચો છે.. "જેના મન સાફ અને કાળજા કોરા હોય છે" એવુ કોઇક મળવુ ઘણુ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જો તુ શોધતો હોય તો તને જરુર થી મળશે ઃ).

JD said...

Passing comment :
તન થી ઉજળા મન થી મેલા, ઓલા બગલા કાફર ઢંગ;
એના થી ભલા કાગા, તન મન એક જ રંગ.

Kanan said...

ક્યારે કોનાથી ભાગવું કે કોની તરફ ભાગવું એ જો ખબર પડતી હોત તો જીવનમાં કોઇ વાંધો જ નો રહેત. હુ તો માનું કે જેવો સંગ એવો આપણો રંગ.

અને ચિન્મયી એકદમ સાચી છે... ;)
જયદીપભાઇએ તો સચિન મારે તેના કરતા મોટી સિક્સર મારી દીધી.

જીગર, ખૂબ સરસ કાવ્ય છે આ તો... ખરેખર વિચારતા કરી મૂકે એવું. કપિલ સાહેબને પહેલ-વહેલા સાંભળ્યા (વાંચ્યા).

JD said...

From Kapil Dave :

નથી મને કંઈ ભગવાનને મળવાની ઝંખના,
એમની એક ઝાંખી મળે તો પણ ઘણું છે.

નથી મને રાજમહેલમાં રહેવાની ઝંખના,
રહેવા માટે એક ઝૂંપડી મળે તો પણ ઘણું છે.

નથી મને બત્રીસ ભાતના ભોજનની ઝંખના,
પેટ ભરવા બટકું રોટલો મળે તો પણ ઘણું છે.

નથી મને દેશ-વિદેશ ફરવાની જવાની ઝંખના,
મારા ગામમાં ઇજ્જત સચવાઈ રહે તો પણ ઘણું છે.

નથી મને ચાંદ પર જવાની ઝંખના,
ધરતી પર સારી જિંદગી મળે તો પણ ઘણું છે.

નથી મને દુનિયામાં અમર રહેવાની ઝંખના,
થોડી ટૂંકી પણ સારી જિંદગી મળે તો પણ ઘણું છે.

નથી મને કોઈ સ્વપ્ન પરીની ઝંખના,
કોઈ નાજુક નમણી નાર મળે તો પણ ઘણું છે.

નથી 'કપિલ'ને ચંદનના લાકડામાં સળગવાની ઝંખના,
સૂકા બાવળના થોડા લાકડા મળે તો પણ ઘણું છે.

-કપિલ દવે

Jigar said...

કાનન - "સાચો" અને "સાચી" મા ભુલ થઈ ગયી. મને "સાચો" કરવા બદલ તરો ખુબ આભાર. "ચિનમયી" ખોટુ ના લગાડતી. ઉપર નુ વાક્ય છોકરી ને સંબોધતુ હોય તેમ વાંચી લેજે.

જયદીપ - તમે તો ખરેખર કપિલ દવે ના અમુક કાવ્યો જાણતા હોય એવુ લાગે છે. તમારે પણ આ ગુજરાતી બ્લોગ મા કઈંક યોગદાન આપવુ હોય તો તમને ઉદાર હ્રદય થી આવકારુ છુ. રિપ્લાય કરો અને તમને ઉમેરી દઈશ.

chinmai said...

words are so imp .. jigar u changed my gender.. :)

kapil dave said...

juvo maro blog


www.kapilnusahitya.wordpress.com
www.bhrugusanhita.wordpress.com




kapil dave