ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
આંખ મિલાવી આંખ કાં સંતાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
પ્રેમનો અંજામ પણ આવો હશે ન્હોતી ખબર (૨)
દિલ દઇ દિલ્દાર પણ છોડી જશે ન્હોતી ખબર
આંખે આવી શમણા કાં વિખરાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું (૨)
આંધીમાં અટવાયો છું મજબૂર છું કોને કહું
ગુનો નથી પણ સજા મને કાં થાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
મન-મંદિર માં દેવ બનાવી જેની પૂજા કરતી'તી (૨)
આશાનાં દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા (૨)
Friday, January 4, 2008
Tuesday, January 1, 2008
કોના પાછળ ભાગવું હવે ?
મૃગજળ ની પાછળ ન ભાગો,
એ તો એક આભાસ હોય છે,
સ્વપ્નની પાછળ ન ભાગો,
એ તો એક અહેસાસ હોય છે,
સુંદરતા પાછળ ન ભાગો,
એ તો એક દેખાવ હોય છે,
એવા મિત્રો પાછળ ન ભાગો,
જે ખાય ને ખોદનારા હોય છે,
પ્રેમ પાછળ ન ભાગો,
એમાં બદનામી હોય છે,
દુનિયા પાછળ ન ભાગો,
એ તો હવે ઝુલ્મી થઈ છે,
'કપિલ'તો કોના પાછળ ભાગવું હવે ?
જેના મન સાફ અને કાળજા કોરા હોય છે.
-કપિલ દવે
એ તો એક આભાસ હોય છે,
સ્વપ્નની પાછળ ન ભાગો,
એ તો એક અહેસાસ હોય છે,
સુંદરતા પાછળ ન ભાગો,
એ તો એક દેખાવ હોય છે,
એવા મિત્રો પાછળ ન ભાગો,
જે ખાય ને ખોદનારા હોય છે,
પ્રેમ પાછળ ન ભાગો,
એમાં બદનામી હોય છે,
દુનિયા પાછળ ન ભાગો,
એ તો હવે ઝુલ્મી થઈ છે,
'કપિલ'તો કોના પાછળ ભાગવું હવે ?
જેના મન સાફ અને કાળજા કોરા હોય છે.
-કપિલ દવે
Subscribe to:
Posts (Atom)