Wednesday, December 19, 2007

નયન ને બંધ રાખીને.......

અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને...
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી....!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે....!!!

નયન ને બંધ રાખીને.......

રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે....!!!

નયન ને બંધ રાખીને.......

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ...રાત વીતી ગઈ...
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે...

નયન ને બંધ રાખીને.......

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ....સપ્નુ હતુ મારુ....સપ્નુ હતુ મારુ......

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે....!!!

નયન ને બંધ રાખીને.......

નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા...
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા...

મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે....!!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે....!!!

નયન ને બંધ રાખીને.......

-- મનહર ઉધાસ

1 comment:

chinmai said...

thats a great composition by manhar udhas.. great going ,,..