Tuesday, December 4, 2007

આંખોમાં આંસુ !!!

ઈચ્છાનું તોરણ બાંધું છું,
કાચી કોરી ક્ષણ બાંધું છું.

કામ ચીંધ્યું છે અંધારાએ,
સવારનું ડહાપણ બાંધું છું.

સીધો રસ્તો સાવ ગમે ના
ખાડાઓ બે ત્રણ બાંધું છું.

ઘર ઝઘડો સળિયા વંટોળો
વિચારમાં કંઈ પણ બાંધું છું.

આંખોમાં આંસુ ના ખૂટે
દરિયાની સમજણ બાંધું છું.

---- મનહર મોદી

1 comment:

Kanan said...

કવિ કેટલું ઉમદા અને ગૂઢ વિચારે છે.