Thursday, October 11, 2007

બખેડા

Disclaimer: This post does not intend to offend any person of the Khedawal community.

છેલ્લા અમુક દિવસથી આ શબ્દ મગજમાં ભમ્યા કરે છે. હવે થયુ એવુ કે કોઇકની વાત કરતા હતા અને મે પુછયુ ફલાણા ભાઇ વિષે, "કે એ ખેડાવાળા કહેવાય?" (ખેડાવાળા એ એક બ્રાહ્મણો ની ગ્નાતી છે) એટલે બાજુમાં બેઠા હતા તે ભાઇ કહ,ે "ના એ ભાઇ ખેડાવાળા નહિ , બખેડાવાળા છે" અને બધા હસી પડ્યા અને પછી તો મોટી ચર્ચા ચાલી બખેડા વિષે.

એટલે થયુ ચાલો આજે એના પર કૈક લખીયે. શબ્દકોષમાં જોવો તો બખેડા-ખોર એટલે કજીયાળુ અથવા તો ઝઘડાળુ એવો અર્થ બતાવે છે. પણ ખરેખર જોઇયે તો આપ્ણે બખેડા શબ્દ નો ઉપયોગ જુદી રીતે કરતા હોઇયે છીએ. મારા માનવા પ્રમાણે જો આપણે કજીયાળુ માણસો ને મળીએ તો તરત ખબર પડી જાય કે કજીયાળૂ છે પણ બખેડા-ખોર ને મળો તો તરત ખબર ન પડે.

કોઇ માણસ એવુ હોય કે બધો વખત ઉંધા ધંધા જ કરતુ હોય તો આપ્ણે કહીયે બહુ બખેડા છે એને તો. કોઇક વાર કોઇ મુશ્કેલીમાં ફસાઇ જાય તો આપણે કહીયે એને તો બહુ બખેડા થઇ ગયા. રોજ-બરોજ ઘણા લોકો મળતા હોય જે બખેડા-બાજ ના વર્ગમાં આવે. પણ વાંધો ક્યા આવે કે આવા લોકો પોતાને સૌથી શાણા માનતા હોય. એટલે આપણે વિચાર એ કરવાનો કે એને એવુ કઇ રીતે કહેવાય કે "ભાઇ તુ બખેડા કર મા". ઘણી વાર આપણે પોતે બખેડા કરતા હોઇયે છીએ, હો! ;) (હવે એ મારે પોતાને વિચારવુ પડશે કે ક્યારે! આમ તો જોકે હુ કાઇ બખેડા નો કરુ)

હવે તમને જો બખેડા ની આ વ્યાખ્યામાં ઉમેરો કરવો હોય તો જરુર કરશો. અને નહી તો એ તો કહો કે તમે કેટલા બખેડા-ખોરો ને ઓળખો છો? :D

3 comments:

Jigar said...

Arey aa shu? Kharo bakhedo karo chho. Kanan I thought you are good at writing in english but you are very good at gujarati too.... cool.. blog vanchya pachhi lage chhe ke hu j "બખેડા-ખોર" he he...

Bhavesh said...

hove.. olakhu chhu ne.. :)

bhai bhai jamavat kari didhi tame to.

Kanan said...

અને એમા ભાવેશ્ભાઇએ આવીને ચાર ચાંદ લગાવી દીધા. ;) :P