Wednesday, September 24, 2008

રાઘા માધવથી રિસાણી...

રાઘા માધવથી રિસાણી (૨)
પીઠ ઘરીને ખૂણે ઉભી (૨)
ઘેલો ઘુંઘટ તાણી
રાઘા માધવથી રિસાણી

બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી હો...
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી
અંતરના ઉકળાટે આવ્યા (૨)
પાપણ ઉપર પાણી
રાઘા માધવથી રિસાણી

કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની હો...
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની
વાંસળી મારી કેમ જડે ના (૨)
બોલ્યો કન્હૈયો તાણી
રાઘા માધવથી રિસાણી

(ક્યાં પેલો એક વાંસનો ટુકડો ને
ક્યાં હું રૂપની રાણી) (૨)
એ અભિમાનના તાપે સુકાણી (૨)
સ્નેહ તણી સરવાણી
રાઘા માધવથી રિસાણી
રાઘા... રાઘા... રાઘા...
રાઘા માધવથી રિસાણી

ગાયકઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

1 comment:

Bhavesh said...

bhai wah! link to audio video please.