Tuesday, April 29, 2008
કાઠિયાવાડી જોક
એક ભાઇ ગામના પાદરેથી પસાર થતા'તા. થોડે દૂર એક કાકા બેઠા'તા એને પૂછ્યું "એ કાકા! પડધરી જાતા કેટલી વાર લાગે?" બે-ત્રણ વાર પૂછ્યું પણ કાકાએ કાંઇ જવાબ નો આપ્યો, સામુય નો જોયું. એટલે ઓલો હાલ્વા મંડ્યો. થોડેક આગળ ગ્યો ત્યાં કાકાએ હાથનો ઇશારો કરતા સાદ પાડ્યો "એલા એ...ઇ! આ...ઇ આવ...". ઓલા ને કેઃ "દોઢ કલાક થાશે". ઓલો તો ખીજાણો! "હું ક્યાર્નો રાડ્યું નાખું છું તે હમણા જ કેમ કીધું?" કાકા કે "મારે તારી હાલ તો જોવી પડે ને..."
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
બઠ્ઠા પાડી દીધા ..
arre tamey Gujarati chho?
arre wa!
pan aa 'joks' ma etli maja naa aavi.
pehla pan ghani vaar sambhli chhey
biji ek vaat.
aa blog gujarati chhey, to tenu title Sanskrut kem chhe?
@જયદીપ, :D
@Stupidosaur, આના બદલે કઇક સારું નામ નથી વપરાય એવું? આ થોડું વિચિત્ર લાગે ને ગુજરાતીમાં લખવું. અને આમ પણ મને સ્ટુપીડોસોર નું ગુજરાતી નથી આવડતું.
હવે થોડા સવાલ-જવાબ...
//arre tamey Gujarati chho?
ના રે ના... આ તો બસ અમસ્તુ ગુજરાતી માં થોડું બકબક કરી લઇએ કંટાળો આવે ત્યારે. ;) :P
//arre wa!
એ તો છે જ ને. :D
//pan aa 'joks' ma etli maja naa aavi. pehla pan ghani vaar sambhli chhey
મે તો ગયા અઠવાડિએ પહેલી વાર સાંભળી અને એટલું હસવું આવ્યું કે વાત નો પૂછો. અને આમ જોઇએ તો માર્ું એવું છે કે એક ની એક જૉક ફરી સાંભળું ને તો પહેલા કરતા વધારે હસવું આવે... તમને એવું નો થાય? જોકે પછી એવો પણ વખત આવે કે દિમાગ ના ડેટાબેઝ માં એટલા બધા જૉક્સ વધી જાય કે પછી તો એમ જ બોલવાનું કે જૉક નંબર ૨૦૨ અને હસવું આવે. કેમ શું ક્યો છો?
//biji ek vaat. aa blog gujarati chhey, to tenu title Sanskrut kem chhe?
હવે એ તો ભવેશભાઇ ને પૂછો. એમણે જ નામ રાખ્યું છે. પણ મને લાગે છે ત્યાં સુધી આ સંસ્કૃત વાક્યનો અર્થ વધુ મહત્વનો છે.
તમેય ગુજરાતી લાગો છો, નહિ?
Post a Comment