નદી ની રેત પર રમતું આ નગર ફરિ મળે ન મળે
ફરી આ દ્રશ્ય સ્મ્રુતિપટ પર મળે ન મળે
ભરિ લો આંખમા રસ્તાઓ બારીઓ ભીતો
પછી આ શહેર, આ ગલિઓ, આ ઘર મળે ન મળે
વતનની ધૂળથી માંથુ ભરી લઊ આદીલ
આ ધુળ ફરી ઉમ્રભર મળે ન મળે
કવિ આદીલ મન્સૂરી સાહેબ ની આ રચના અચાનક યાદ આવિ ગઈ. સમ્રાટ શાહજહાને જે શહેર ની ધૂળ જોઇ ને ગર્દાબાદ નામ આપ્યું હતુ એજ શહેરની ધૂળ ને કવિ માંથે ચઢાવાની વાત કરે છે!!કવિને જ્યારે અમદાવાદ છોડી ને જવાનુ બન્યું તે સમયે રચાયેલી આ ગઝલ. આ સાથે જ મહાન ગીતકાર અને સંગીતકાર અવીનાશ વ્યાસ દ્વારા રચાયેલ અને અમદાવાદનાં અસલ ઇતિહાસ, ભૂગોળ અને મીજાજ ને બયાન કરતુ આ ગીત પ્રસ્તુત છે...
અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી
ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી...
અમદાવાદનાં જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો
અરે અમદાવાદનાં જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો
જ્યાં પહેલા બોલે મીલનું ભુન્ગળું પછી પુકારે કૂકડો
સાઈકલ લઈ ને સહુ દોડે રળવા રોટીનો ટૂકડો
પણ મીલ મન્દીરનાં નગેદેશ્વરનો રસ્તો ક્યાં છે ઢૂકડો
મીલ મજ્દૂરની મજદૂરી પર શહેર તણી આબાદી
ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી...
હે ઉડે હવામાં ધોતીયું ઉઉઉઉઉઉઉઉઉઉઉઉ
ઉડે હવામાં ધોતીયું ને પહેરિ ટોપી ખાદી
ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી
ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી
આમ જુવો તો સુકલકડી ને સુરત લાગે માંદી
હે આમ જુવો તો સુકલકડી ને સુરત લાગે માંદી
પણ મનફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી
હે દાદાગીરી કરે બધે છોકરા આઆઆઆઆઆ
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી
ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
પોળની અંદર પોળ, ગલી મા ગલી
ગલી પાછી જાય શેરી મા ઢળી
શેરી પાછી જાય પોળમા વળી
વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી
પોળની અંદર પોળ, ગલી મા ગલી
ગલી પાછી જાય શેરી મા ઢળી
શેરી પાછી જાય પોળમા વળી
વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી.
અરે મુમ્બઈની કોઇ મહીલા જાવા જમાલપુર નીકળી
અરે મુમ્બઈની કોઇ મહીલા જાવા જમાલપુર નીકળી
ને વાંકીચુકી ગલી ગલીમાં વળી વળી ને ભલી
ભાઇ માણેક્ચોકથી નીકળી પાછી માણેક્ચોકમા મળી.
આવી તો ભાઈ બહુ કેવાની આતો કહિ નાખી એકાદી
ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી
અમે અમદાવાદી અમે અમદાવાદી...
Saturday, March 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
khoob saras
Post a Comment