Tuesday, April 12, 2011

સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત?

સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોતનાનુંસુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોતસુખની પણ સિઝનહોતફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેકસીઝનમાં સુખના દામ ઘટતાં હોતસુખનું પણ સેલનીકળતઅમારે ત્યાંથી સુખ ખરદનાર વ્યક્તિને એક સુખસાથે બીજું સુખ મફત મળશેએવી જાહેરાતો થતી હોત? 
 
 
જો
 આવું હોત તોતો લોકો સુખના પ્રાઈઝ ટેગ જોતાં હોત!પછી ભાવ જોઈને કહેત કેના ના સુખ આપણનેપોસાય તેવું નથીભાવ જોઈને સુખી થવાને બદલે દુ:ખીથાતઅરછામાણસ પોતાના દુ: વેચી શકતા હોતમારુંદુ: લઈ લ્યો તો તમને આટલા રુપિયા આપીશદુ:ખરીદનારાં લોકો મન ફાવે એવા ભાવ પડાવતઅને દુ:ખરીદીને મળતાં રુપિયાથી  લોકો સુખી થઈ જાત? 
 
 
દુ
: વેચી શકાતું હોત તો તમારું કયું દુ: વેચવા કાઢત?સુખ અને દુ:ખના ધંધા પણ મોલમાં ચાલતાં હોતસુખઅને દુ:ખના પણ સેન્સેક્સ હોતસુખ અને દુ:ખના ભાવમાંપણ સોના-ચાંદીની જેમ દરરોજ ચડાવ-ઉતાર આવતોહોતસુખ ખરીદવું પડતું હોત તો આપણે કેટલા દુ:ખીહોત? 
 
 
 
 
ઝરણાંનું
 દ્રશ્ય અને ખળખળ ઘ્વનિનો ભાવ શું હોત?કોયલનો અવાજ સાંભળવાનો પણ રીંગટોનની જેમ ચાર્જથતો હોત તોપ્રેમ કરવાના પૈસા ચૂકવવાના થાય તો?સ્પર્શનો ખર્ચ કેટલો થાતટેરવું અડાડો તો એક રુપિયોઅને પાંચેય આંગળીથી સ્પર્શ કરો તો પાંચ રુપિયાહસવુંપણ ચાર્જેબલ હોતસ્મિત કરવાનો ભાવ જુદોહાસ્યરેલાવવાના દર અલગ અને ખડખડાટ હસવાના રેઈટ પણજુદા!
  

સંપતિથી
 સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં.એરકન્ડીશનર ખરીદી શકો પણ એસી બેડરુમમાં ઊઘઆવશે  એવી કોઈ ગેરન્ટી નથીસમજવા જેવી વાત  છે કેએરકન્ડીશન  સુખ નથી પણ ઊઘ  સુખ છે.ઊઘ ચાર્જેબલ નથીઊઘનું જેને સુખ નથી  લોકોનેઊઘની ગોળીઓ ખરીદીને ઊઘ ખરીદવી પડે છે
  


ગોળીઓથી
 આવતી ઊઘ  સુખ નથીકારણ કે સુખનેચરલ હોય છેકુદરત કેટલી સારી છે કે નેચરલ સુખઆપતી દરેક ચીજવસ્તુ  આપણને કોઈ ચાર્જ વગરઆપે છેસૂર્યના તેજ અને ચાંદનીના પ્રકાશનું લાઈટબીલજેવું બીલ આવતું નથીબાથરૂમમાં શાવર નખાવવો મોંઘોપડે છે અને વરસાદ તદ્દન વિનામૂલ્યે મળે છે.
 
 
કુદરતને
 જો ધંધો  કરવો હોત તો  આપણી પાસેચાલવાનોદોડવાનોનાચવાનોગાવાનો અને ઝૂમવાનોપણ ચાર્જ લઈ શકતી હોતકુદરત... 
life is short,but beautiful... (got this over an email fwd) 

Thursday, November 4, 2010

વિધિ ના લેખ ક્યારે સમજાયા છે, સુખ દૂખ તો જીવન ના પડછાયા છે, સાગર જેટલી વિશાડ દૂનિયા માં એક વ્યક્તિ નું ગમવું એજ તો કુદ્રત ની અનમોલ માયા છે..


got this over sms.. hence th8 of updating our blog with this post...enjoy...!!

Tuesday, July 6, 2010

અમુક વાતો હ્રુદયની ...

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

અમૃત ‘ઘાયલ’

Tuesday, May 11, 2010

માતૃભાષા

આ મહીને ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા. ચોતરફ જયારે ગુજરાત અને ગુજરાતીઓ વિષે વાંચ્યું ત્યારે મન માં કઈક આવી લાગણીયો થયી..


જયારે પણ લાખો ત્યારે તે ભાષામાં જ લખવાનું મન થાય
વાંચન કરો તો પણ તે જ ભાષામાં વાંચવાનું ગમે
બોલવાનું થાય કે વાતો કરો તો પણ તે જ ભાષા બોલવી ગમે
પત્ર લખવાનો હોય અને થાય ચાલો ગુજરાતીમાં લખીએ
પુસ્તકાલયમાં જાવ અને ગુજરાતી વિભાગમાં થી દૂર જવું ન ગમે
ભાઈ બહેન, માં-બાપ, દોસ્તારો ના જુના લખેલ પત્રો સાચવી રાખો
કેમકે એ લાગણીઓ થી નિતરતા હોય છે, એમાંની મીઠી ભાષા ના લીધે
ભાષા કે જેમાં એક જ વાત કેટ-કેટલી અલગ અલગ રીતે કહી શકાય
અને જેના શબ્દો ના ભાષાંતર બીજી ભાષામાં શોધવા અશક્ય બની રહે
તે ભાષા કેટલી તો વિપુલ અને સમૃદ્ધ કે જેનો જોટો ન જડે
અવનવા શબ્દો અને તેના અવનવા અર્થ
વાક્યપ્રયોગ કરો કે કાવ્ય લાખો, શબ્દોની ખોટ નહિ
પ્રેમભરી લાગણીઓ દર્શાવવી હોય કે અત્યંત દુ:ખજનક પ્રસંગનું વર્ણન
કે પછી કોઈ ગુઢ વાત કે ભક્તિભાવ સભર કથા
ઉખાણા લખવા હોય કે કોઈ ગીત, હાઇકુ, નિબંધ કે વાર્તા
વિદેશીયો પણ એટલા રસપૂર્વક એને શીખે અને શીખવે
ત્યારે એમ થાય વાહ! ભાષા હોય તો આવી...
મારી માતૃભાષા ગુજરાતી જેવી.

-કાનન
૧લી મે, ૨૦૧૦

Wednesday, January 27, 2010

મન હતુ

કેટ્લી નાજુક કડી એ જીન્દગી ના દાવ ની
જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ
કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે
શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ
-- શાહ્બુદિન રાથોડ

Sunday, January 24, 2010

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના ...

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

- અમૃત ઘાયલ

Saturday, August 15, 2009

મોબાઇલ માણસ

lets come out of the sudden eclipse of no post on this blog..... :) Copy pasting from an email.. due respect to the poet, written wonderfully and has brought the essence of the present day life..


આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!