Showing posts with label શબ્દાર્થ. Show all posts
Showing posts with label શબ્દાર્થ. Show all posts

Tuesday, November 6, 2007

વિધ્યા

વાત નીકળી ત્યારે કે જ્યારે હુ કોઇક વાતે આ સુવાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરવા બેઠી. શું કામ તે પાછી બીજી લાંબી વાત છે પણ ટૂંકમાં મારે આ વાક્યનો અનુવાદ કરવો હતો, કોઇ પણ સંજોગે.

સુવાક્ય છે "વિધ્યા વિનયથી શોભે છે" કે જે સંસ્કૃતનાં "विध्या विनयेन शोभते" પરથી અવનુવાદિત છે. પહેલા તો "વિધ્યા" માટે પોતાનેે જેટલા શબ્દો ખબર હતા તેની યાદી બનાવી પણ કાઇ મેળ ન પડ્યો. પછી લોકોને પુછવાનુ ચલુ કર્યુ પણ એમાંય કાઇ જમાવટ ન થઇ, અને ત્યાર પછી ઇન્ટરનેટ પર પણ નિષફળતાથી શોધીને છેવટે મન મનાવ્યુ કે આ શબ્દ માટે અંગ્રેજીમાં કોઇ શબ્દ છે જ નહી.

આનુ અંગ્રેજી કરો એટલે ખબર પડે કે ખરેખર આ શદ્બને માટે કોઇ અંગ્રેજી શબ્દ છે જ નહી. ગમે તેટલા શબ્દો લ્યો પણ તે બધા માટે બીજો એક વધુ યોગ્ય કે બંધબેસતો ગુજરાતી શબ્દ તમને મળી રહેશે.

ત્યાર પછી વિચારતા સમજાયુ કે અમુક ભાષાઓ કેટલી બહુ સમ્રુધ્ધ હોય છે જેમકે આપણી મત્રુભાષા ગુજરાતી; પણ અમુક ભાષાઓ એકદમ કંગાળ... દાખલા તરીકે અંગ્રેજી. આવી વાતો અને કિસ્સાઓ સાંભળીએ ત્યારે ખબર પડે કે આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતી કેટલી ઉચ્ચ પ્રકારની અને માનનીય છે પણ ઘણી વાર આપણે તેને યોગ્યતા પ્રમાણે માન નથી આપતા. વધુ ફિલસૂફી તરફ વળ્યા વગર અહી જ અટકુંું...

જો આપને લાગતુ હોય કે તમને આ શબ્દનુ અંગ્રેજી ખબર છે તો જરુર જણાવશો.