Saturday, July 21, 2012
Wednesday, February 22, 2012
પાપ
પાપ
આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.
કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.
ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.
જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.
ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.
જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.
ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.
વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.
બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.
મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.
--મૃગાંક શાહ
Wednesday, December 21, 2011
સોનીના ત્રાજવામાં રિંગણ ન તોલાય
Read a very inspiring article by Gunvant Shah recently. Have been reading him for a long time now and I personally like his writing style a lot but this one ranks right up there amongst the best.
-------------------------------------------------
માણસ નામના પ્રાણીને ગુલાબ કરતાં ગુલકંદમાં વધારે રસ પડે છે. એને કેરી કરતાં અથાણામાં વધારે રસ પડે છે. એને મૂલ્ય કરતાં કિંમતમાં અને કિંમત કરતાં કમિશનમાં વધારે રસ પડે છે. બજાર આપણા માથા પર ચડી બેઠી છે. સ્ત્રીનું સૌંદર્ય પણ બજારને પનારે પડ્યું છે. સાધુનો આશ્રમ બજારમય બની રહ્યો છે. તરફડતી માછલીને પાણી પીવડાવવાની જરૂર નથી. એ તરફડતી હોય ત્યારે હળવેકથી એને પાણીમાં મૂકી દેવી સારી. બંગાળી લોકો માછલીને જલફલ કહે છે. માછલીનું હોવું એટલે જ પાણીમય હોવું. બજારમાં માછલીના ઢગલાબંધ મૃતદેહો ત્રાજવે તોલાય છે. લોકો એ મૃતદેહોને પણ ‘માછલી’ કહે છે. માણસની શબનિષ્ઠા ભારે હઠીલી છે. મરેલી માછલી કિંમતવાન છે, મૂલ્યવાન નથી.
વહેલી સવારે ફરવા નીકળતી વખતે માણસે અન્ય માણસની કંપનીના મોહમાંથી છુટવું જોઇએ. કંપની તો શીતળ પવનની, ઝાકળ ભીંજ્યાં વૃક્ષોની અને કુમળાં કિરણોની પણ હોય છે. શું પંખીઓનો કલરવ એ મધુર કંપની નથી? પ્રત્યેક સવારે અંધારાનો વિદાય સમારંભ ગોઠવાય છે. ઊગતો સૂર્ય અંધારાને હડસેલો મારીને ભગાડી નથી મૂકતો. પૂવૉકાશની ક્ષિતિજે ડોકિયું કરતાં પહેલાં સૂર્ય અંધારાને ધીરે ધીરે, હોલે હોલે, સમજાવી-પટાવીને ગ્રેસપૂર્વક વિદાય કરે છે.
આકાશના ટમટમતા તારાઓ ધીરે ધીરે અર્દશ્ય થતા રહે છે. સૂર્ય કેટલો ગ્રેસફુલ છે તે ઊઘડતી ઉષા દ્વારા આપણી સમજમાં આવે છે. સંધ્યાટાણે એવા જ ગ્રેસ સાથે અંધારું સૂર્યને વિદાય આપે છે. આથમી ગયા પછી પણ સૂર્યનું અજવાળું સ્વિચ પડે તેમ નષ્ટ નથી થતું. એ અજવાળું પ્રેમપૂર્વક અંધારાને ભેટે છે. અને પછી અદબભેર વિદાય થાય છે.
આપણા અહંકારને વિદાય આપવા માટે ઊઘડતી ઉષા અને સંકેલાતી સંધ્યાના સમયે બને તેટલા શૂન્યસ્થ થવાનું રાખવું જોઇએ. શૂન્યસ્થ થવું એટલે જ સ્વસ્થ થવું! મહાનગરમાં આવી બે મહાન ઘટનાઓની નોંધ પણ નથી લેવાતી. મહાનગરમાં બીજું બધું મળે, પરંતુ grace ન મળે. જ્યાં બધું જ બજારગ્રસ્ત હોય ત્યાં ગ્રેસ નથી હોતો. રાખી સાવંત પાસે ભરતનાટ્યમની નજાકત ક્યાંથી? ખીલેલા ગુલાબની કોમળ પાંદડી તો પવનની લહેરખી આવે તોય ખરી પડે! સંવેદનશીલતા જ્યારે (માઇક્રોફાઇન્ડ) કોમળતા પ્રાપ્ત કરે ત્યારે ગ્રેસ શક્ય બને છે. ગુલાબના ફૂલને કચડી નાખવા માટે બુલડોઝરની જરૂર નથી, માણસની આંગળીઓ જ પૂરતી છે. કોઇ કવિને દુ:ખી કરવા માટે હાથકડીની જરૂર નથી, એક કઠોર વાક્ય જ પૂરતું છે. એક દર્દમંદ શાયરે ગ્રેસનો મહિમા પંક્તિઓમાં પ્રગટ કર્યો છે.
પાઉં આહિસ્તા રખ, દર્દમંદોને રાસ્તે મેં ફૂલ બિખેરે હૈ!
સંવેદનશીલ આદમીને ઘાયલ કરવા માટે તો અમી-નીતરતી બે આંખ જ પૂરતી છે. આદમીને ઘાયલ કરવાની એ જ ખરી રીત છે. એવા આદમીને કરડાકીથી ભરેલી આક્રમક નજરથી ઘાયલ કરવો એ પાપ છે. એનું સંવેદનશીલ હૃદય તો સોનીના ત્રાજવા જેવું છે. સોનીનું ત્રાજવું તો ચોખાના પાંચ દાણા મૂકીએ તોય નમી પડે! આવા સંવેદનશીલ ત્રાજવામાં રિંગણ તોલવાની ગુસ્તાખી ન થાય. સમાજને આવી નઘરોળ ગુસ્તાખી કોઠે પડી ગઇ છે.
છોડના જતન માટે પાણીની ઝારી પૂરતી છે. અખરોટનું કોચલું તોડવા માટે સ્ટીમરોલરની શી જરૂર? મીણબત્તીના અનાક્રમક પ્રકાશ માટે અંગ્રેજીમાં ‘કેન્ડલ પાવર’ શબ્દપ્રયોગ જાણીતો છે. એ કેન્ડલ પાવર ટ્યૂબલાઇટના આક્રમણ સામે હારી ચૂકયો છે. અંધારું મીણબત્તીની જયોત સાથે આમન્યાપૂર્વક વરતે છે. આખરે તો મીણબત્તીની જયોત પણ મહાજયોત એવા વિરાટ સૂર્યની જ સગી દીકરી છે ને! કોઇ ઘાયલ કવિની આંખમાંથી સરી પડેલું અશ્રુબિંદુ આખરે તો મહાસાગરનું જ સંતાન! માનવસંબંધોમાં ક્યારેક વહેણ અને વમળની ભાઇબંધી હોય છે.
ક્યારેક એવું બને છે કે સાવ નજીક જણાતી વ્યક્તિ વાસ્તવમાં ખૂબ દૂર રહી જાય છે અને દૂર જણાતી વ્યક્તિ હૃદયના એકતારા પર કોમળ આંગળીઓ ફેરવતી રહે છે. મહાસાગરના ઊંડાણનો અણસાર સપાટી પર તરનારી સ્ટીમરને ક્યાંથી આવે? ડૂબકી મારીને મહાસાગરના પેટમાં પેસી જનારી સબમરીનને પણ મહાસાગરના અગાધ ઊંડાણનો પૂરો ખ્યાલ નથી આવતો. સપાટી પર તરતી સ્ટીમર તો વળી સબમરીન કરતાંય વધારે બોલકણી હોય છે તેથી સતત પીસવો વગાડતી રહે છે.
તમે કદી વહેલ માછલીનું મધુર સંગીત સાંભળ્યું છે? ઘણાં વર્ષો પર અવકાશયાન વોયેજર મહાયાત્રાએ અનંત ભણી ગયું ત્યારે વહેલના સંગીતની કેસેટ એમાં રાખવામાં આવી હતી. બીલીમોરામાં અવધૂતવાડીમાં યોજાયેલા અમારા વિચારશિબિરમાં એ કેસેટ ધરાઇને સાંભળવા મળેલી. (પૂરાં પચ્ચીસ વર્ષ સુધી પ્રતિવર્ષ યોજાયેલા એ શિબિરમાં સાહિત્યકારો, શિક્ષકો અને સુજ્ઞ વાચકો પોતાને પૈસે ભાગ લેતા અને મનગમતા એક પુસ્તકનો પરિચય કરાવતા.) ‘નેશનલ જયોગ્રાફિક’ સામિયક તરફથી એ કેસેટ ગ્રાહકોને ભેટરૂપે મળી હતી. જો એ કેસેટને બારગણી ઝડપે ફેરવવામાં આવે તો વહેલના સંગીતનો સ્વર પક્ષીઓના કલરવ જેવો સંભળાય છે. વહેલને પણ મહાસાગરના હૃદયનો પરિચય નથી હોતો, પરંતુ એને મહાસાગરના મૌનનો પરચો મળતો હોય છે.
ઘણુંખરું માણસની સમજણને વ્યવહારનો રંગ લાગી જાય છે. માણસનું મૂલ્યાંકન એના પોશાક પરથી અને પરિવારનું મૂલ્યાંકન ઘરના રાચરચીલા પરથી થઇ શકે? ક્યારેક માણસની કમાણી પર એને મળતા આદરનો આધાર રહેતો હોય છે. દુનિયા પ્રેમ નામની આકાશી ઘટનાનું મૂલ્યાંકન પણ પોતાની દેડકાસૃિષ્ઠને આધારે કરે છે. પ્રેમ જેવી અલૌકિક, અવ્યવહારુ અને સૂક્ષ્મ ઘટનાને સ્થૂળને ત્રાજવે તોલવાને કારણે સદીઓથી ગોટાળા થતા રહ્યા છે.
સોનીના ત્રાજવામાં રિંગણ તોલવાનો અવિવેક કાયમ થતો રહે છે. સમગ્ર સૃષ્ટિ પ્રેમની યુનિવર્સિટી છે. આવી બૃહત્ યુનિવર્સિટીના શાશ્વત ચાન્સેલર કૃષ્ણ જ હોઇ શકે. એ યુનિવર્સિટીનું કેમ્પસ ગોકુળમાં આવેલું છે. એ યુનિવર્સિટીનાં ધોરણો ખૂબ ઊંચાં છે. એમાં કર્મનો કાયદો જ ચાલે છે. એના અમલમાં સર્વલોકમહેશ્વર કૃષ્ણ પણ માથું મારતા નથી. પ્રેમનો સંબંધ તિજોરી જોડે નહીં છાબડી જોડે હોય છે. છાબડીને તાળું નથી હોતું. માનવ-ઈતિહાસમાં સુગંધ ક્યારેય તિજોરીમાં વસી નથી.
તિજોરીમાં તો કેવળ વાસી ચીજો જ સચવાઇ શકે. નવ્વાણુ ટકા લોકો તિજોરીને શરણે જાય છે. જેઓ છાબડીની સુવાસ પામે છે તેઓ હોપલેસ લઘુમતીમાં હોય છે. જીવનમાં પ્રાપ્ત થતું સર્વોચ્ચ સુખ પણ થોડાક વખતમાં કંટાળો ઉપજાવે છે. કંટાળાનું ખરું નિવાસસ્થાન તિજોરી છે. તિજોરી હોય ત્યાં તાળું હોવાનું અને તાળું હોય ત્યાં માલિકીભાવ હોવાનો જ! કંટાળો કદી છાબડીને નથી પજવતો. ખાલી છાબડીમાં પણ થોડીક સુવાસ બચેલી હોય છે.
મનુષ્ય કશુંક શોધી રહ્યો છે. એ શોધ નિરંતર છે. એની ઝંખના સત્ય કે અહિંસા કે કરુણા સાથે જોડાયેલી નથી. આ ત્રણે બાબતો ખૂબ જ ઊંચી છે, પરંતુ ઝંખના તો પ્રેમની જ હોવાની! સત્ય-અહિંસા-કરુણા આદર્શ જરૂર છે, પરંતુ માનવીય ઝંખના શાશ્વત પ્રેમ સાથે જોડાયેલી છે. એવી ઊધ્ર્વમૂલ માનવીય ઝંખનાની રાજધાનીનું નામ ગોકુળ છે.
-Gunvant Shah (Divyabhaskar 19-Dec-2011)

Sunday, May 29, 2011
સત ને વાગે છે શાની ઠેસ
સત ને વાગે છે શાની ઠેસ
ઓ સાઈ ક્યો ને ,
સત ને વાગે છે શાની ઠેસ. ...(૧)
(૨)
કર્મિ ને કેમ છે કલેશ
ઓ સાઈ ક્યો ને
સત ને વાગે છે શાની ઠેસ.
સુરજ તો રોજ અહી આવે છે તોય કેમ દિવસ ને અંધારું લાગે
લાગે છે વાંકું ચૂકું તોય પાસ્ડી જેવું ક્યાય લાગે
આવા તોહ કોના છે આદેશ
ઓ સાઈ ક્યો ને ,
સત ને વાગે છે શાની ઠેસ.
સત ને વાગે છે શાની ઠેસ,
ઓ સાઈ ક્યો ને ,
સત ને વાગે છે શાની ઠેસ.
શ્રદ્ધા તો દુર જઈ ને બેઠી છે ને
...
નીતિ ને કોઈ તો રાખે દુર
કપટ ના ફલ જોયા મીઠા
અધમ ને આપે હવે ( didnt understand the word )
ઓ સાઈ ક્યો ને ,
સત ને વાગે છે શાની ઠેસ.
(accidently came across one of my music classes recordings .. didnt remember the words tho and certain words culdnt catch from the bad recording .. )
Tuesday, April 12, 2011
સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત?
સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત? નાનુંસુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોત? સુખની પણ સિઝનહોત? ફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેકસીઝનમાં સુખના દામ ઘટતાં હોત? સુખનું પણ સેલનીકળત? અમારે ત્યાંથી સુખ ખરદનાર વ્યક્તિને એક સુખસાથે બીજું સુખ મફત મળશે, એવી જાહેરાતો થતી હોત?
જો આવું હોત તો? તો લોકો સુખના પ્રાઈઝ ટેગ જોતાં હોત!પછી ભાવ જોઈને કહેત કે, ના ના, આ સુખ આપણનેપોસાય તેવું નથી. ભાવ જોઈને સુખી થવાને બદલે દુ:ખીથાત! અરછા, માણસ પોતાના દુ:ખ વેચી શકતા હોત? મારુંદુ:ખ લઈ લ્યો તો તમને આટલા રુપિયા આપીશ! દુ:ખખરીદનારાં લોકો મન ફાવે એવા ભાવ પડાવત? અને દુ:ખખરીદીને મળતાં રુપિયાથી એ લોકો સુખી થઈ જાત?
દુ:ખ વેચી શકાતું હોત તો તમારું કયું દુ:ખ વેચવા કાઢત?સુખ અને દુ:ખના ધંધા પણ મોલમાં ચાલતાં હોત? સુખઅને દુ:ખના પણ સેન્સેક્સ હોત? સુખ અને દુ:ખના ભાવમાંપણ સોના-ચાંદીની જેમ દરરોજ ચડાવ-ઉતાર આવતોહોત? સુખ ખરીદવું પડતું હોત તો આપણે કેટલા દુ:ખીહોત?
ઝરણાંનું દ્રશ્ય અને ખળખળ ઘ્વનિનો ભાવ શું હોત?કોયલનો અવાજ સાંભળવાનો પણ રીંગટોનની જેમ ચાર્જથતો હોત તો? પ્રેમ કરવાના પૈસા ચૂકવવાના થાય તો?સ્પર્શનો ખર્ચ કેટલો થાત? ટેરવું અડાડો તો એક રુપિયોઅને પાંચેય આંગળીથી સ્પર્શ કરો તો પાંચ રુપિયા? હસવુંપણ ચાર્જેબલ હોત! સ્મિત કરવાનો ભાવ જુદો, હાસ્યરેલાવવાના દર અલગ અને ખડખડાટ હસવાના રેઈટ પણજુદા!
સંપતિથી સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં.એરકન્ડીશનર ખરીદી શકો પણ એસી બેડરુમમાં ઊઘઆવશે જ એવી કોઈ ગેરન્ટી નથી. સમજવા જેવી વાત એજ છે કે, એરકન્ડીશન એ સુખ નથી પણ ઊઘ એ સુખ છે.ઊઘ ચાર્જેબલ નથી. ઊઘનું જેને સુખ નથી એ લોકોનેઊઘની ગોળીઓ ખરીદીને ઊઘ ખરીદવી પડે છે.
ગોળીઓથી આવતી ઊઘ એ સુખ નથી, કારણ કે સુખનેચરલ હોય છે. કુદરત કેટલી સારી છે કે નેચરલ સુખઆપતી દરેક ચીજ- વસ્તુ એ આપણને કોઈ ચાર્જ વગરઆપે છે. સૂર્યના તેજ અને ચાંદનીના પ્રકાશનું લાઈટબીલજેવું બીલ આવતું નથી. બાથરૂમમાં શાવર નખાવવો મોંઘોપડે છે અને વરસાદ તદ્દન વિનામૂલ્યે મળે છે.
કુદરતને જો ધંધો જ કરવો હોત તો એ આપણી પાસેચાલવાનો, દોડવાનો, નાચવાનો, ગાવાનો અને ઝૂમવાનોપણ ચાર્જ લઈ શકતી હોત! કુદરત...
life is short,but beautiful... (got this over an email fwd)

Thursday, November 4, 2010
Tuesday, July 6, 2010
અમુક વાતો હ્રુદયની ...
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.
કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.
ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.
નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.
નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.
મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.
જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.
અમૃત ‘ઘાયલ’

Tuesday, May 11, 2010
માતૃભાષા
આ મહીને ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા. ચોતરફ જયારે ગુજરાત અને ગુજરાતીઓ વિષે વાંચ્યું ત્યારે મન માં કઈક આવી લાગણીયો થયી..
જયારે પણ લાખો ત્યારે તે ભાષામાં જ લખવાનું મન થાય
વાંચન કરો તો પણ તે જ ભાષામાં વાંચવાનું ગમે
બોલવાનું થાય કે વાતો કરો તો પણ તે જ ભાષા બોલવી ગમે
પત્ર લખવાનો હોય અને થાય ચાલો ગુજરાતીમાં લખીએ
પુસ્તકાલયમાં જાવ અને ગુજરાતી વિભાગમાં થી દૂર જવું ન ગમે
ભાઈ બહેન, માં-બાપ, દોસ્તારો ના જુના લખેલ પત્રો સાચવી રાખો
કેમકે એ લાગણીઓ થી નિતરતા હોય છે, એમાંની મીઠી ભાષા ના લીધે
ભાષા કે જેમાં એક જ વાત કેટ-કેટલી અલગ અલગ રીતે કહી શકાય
અને જેના શબ્દો ના ભાષાંતર બીજી ભાષામાં શોધવા અશક્ય બની રહે
તે ભાષા કેટલી તો વિપુલ અને સમૃદ્ધ કે જેનો જોટો ન જડે
અવનવા શબ્દો અને તેના અવનવા અર્થ
વાક્યપ્રયોગ કરો કે કાવ્ય લાખો, શબ્દોની ખોટ નહિ
પ્રેમભરી લાગણીઓ દર્શાવવી હોય કે અત્યંત દુ:ખજનક પ્રસંગનું વર્ણન
કે પછી કોઈ ગુઢ વાત કે ભક્તિભાવ સભર કથા
ઉખાણા લખવા હોય કે કોઈ ગીત, હાઇકુ, નિબંધ કે વાર્તા
વિદેશીયો પણ એટલા રસપૂર્વક એને શીખે અને શીખવે
ત્યારે એમ થાય વાહ! ભાષા હોય તો આવી...
મારી માતૃભાષા ગુજરાતી જેવી.
-કાનન
૧લી મે, ૨૦૧૦

Wednesday, January 27, 2010
મન હતુ
કેટ્લી નાજુક કડી એ જીન્દગી ના દાવ ની
જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ
કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે
શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ
-- શાહ્બુદિન રાથોડ
જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ
કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે
શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ
-- શાહ્બુદિન રાથોડ
Sunday, January 24, 2010
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના ...
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના
- અમૃત ઘાયલ
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના
- અમૃત ઘાયલ
Saturday, August 15, 2009
મોબાઇલ માણસ
lets come out of the sudden eclipse of no post on this blog..... :) Copy pasting from an email.. due respect to the poet, written wonderfully and has brought the essence of the present day life..
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
Wednesday, October 15, 2008
Wednesday, October 1, 2008
દૈનિક પ્રાર્થના
~~~~~
ઇશનું આ રાજ છે આખું જે જે આ અવનિ વિષે
ત્યાગી ને ભોગવી જાણો વાંછો માં ધન અન્યનું
~~~~~
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા
મહા મૃત્યુંમાંથી અમૃત સમિપે નાથ લઇ જા
તું હિણો હું છું તો તુજ દરસના દાન દઇ જા
~~~~~
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું
સિદ્ધ બુદ્ધ તું સ્કન્દવિનાયક સવિતા પાવક તું
બ્રહ્મમસ્દ તું અકળ શક્તિ તું ઇસુ પિતા પ્રભુ તું
રુદ્ર વિષ્ણુ તું રામ ક્રિશ્ન તું રહિમ તાઓ તું
વાસુદેવ ગોપી સ્વરુપ તું ચિદાનંદ હરિ તું
અદ્વિતીય તું અકાળ નિર્ભય આત્મલિંગ શિવ તું
~~~~~
સર્વદા સૌ સુખી થાઓ
સમતા સૌ સમઆચરો
સર્વત્ર દિવ્યતા વ્યાપો
સર્વત્ર શાંતિ વિસ્તરો
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
~~~~~
આરતી કીજે શ્રી રઘુવરકી
દશરથ નંદન જય સિયાવરકી
આરતી કીજે રામ
શ્રી રામ શ્રી રામ
શ્રી રામ શ્રી રામ
~~~~~
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
જય ભોલે બમ્ બમ્ ભોલે
તુમ રામ દરસ મારગ ખોલે
શ્રી રામ જય જય રામ
~~~~~
ઓ ઇશ્વર ભજિયે તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઇયે થાય અમારા કામ
હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ
રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર

Wednesday, September 24, 2008
રાઘા માધવથી રિસાણી...
રાઘા માધવથી રિસાણી (૨)
પીઠ ઘરીને ખૂણે ઉભી (૨)
ઘેલો ઘુંઘટ તાણી
રાઘા માધવથી રિસાણી
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી હો...
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી
અંતરના ઉકળાટે આવ્યા (૨)
પાપણ ઉપર પાણી
રાઘા માધવથી રિસાણી
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની હો...
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની
વાંસળી મારી કેમ જડે ના (૨)
બોલ્યો કન્હૈયો તાણી
રાઘા માધવથી રિસાણી
(ક્યાં પેલો એક વાંસનો ટુકડો ને
ક્યાં હું રૂપની રાણી) (૨)
એ અભિમાનના તાપે સુકાણી (૨)
સ્નેહ તણી સરવાણી
રાઘા માધવથી રિસાણી
રાઘા... રાઘા... રાઘા...
રાઘા માધવથી રિસાણી
ગાયકઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
પીઠ ઘરીને ખૂણે ઉભી (૨)
ઘેલો ઘુંઘટ તાણી
રાઘા માધવથી રિસાણી
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી હો...
બંધ થયા બે દ્વાર હોષ્ઠના
કેદ પુરાણી વાણી
અંતરના ઉકળાટે આવ્યા (૨)
પાપણ ઉપર પાણી
રાઘા માધવથી રિસાણી
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની હો...
કારણ બીજુ કાંઇ હતુ ના ને
વાત હતી એક નાની
વાંસળી મારી કેમ જડે ના (૨)
બોલ્યો કન્હૈયો તાણી
રાઘા માધવથી રિસાણી
(ક્યાં પેલો એક વાંસનો ટુકડો ને
ક્યાં હું રૂપની રાણી) (૨)
એ અભિમાનના તાપે સુકાણી (૨)
સ્નેહ તણી સરવાણી
રાઘા માધવથી રિસાણી
રાઘા... રાઘા... રાઘા...
રાઘા માધવથી રિસાણી
ગાયકઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
Saturday, September 20, 2008
કયાં ગઈ આપણા ગુજરાતી ઓ ની વ્યવ્સાઈ સૂજ?
કયાં ગઈ આપણા ગુજરાતી ઓ ની વ્યવ્સાઈ સૂજ? આપણી પેઢી ના યુવાન ને યુવતી ઓ ને આસાની થી હવે મોટી પેઢી માં નોકરી મલી જતા વ્યવ્સાઈ સૂજ ઓછી થ્તી જણાઇ છે. આપનો શું મત છે?
Thursday, August 28, 2008
લાશ મારી પરંતુ તરાવી દીધી !!
થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
-‘બેફામ’

Thursday, July 10, 2008
કહેવાય નહી !!!!
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી
આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...
કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી
શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ "ઘાયલ"
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી
- અમૃત ‘ઘાયલ’

Wednesday, July 2, 2008
જૉક્સ
એક વાર છગન અને મગન વાતો કરતા હતા.
છગનઃ લ્યા, તારી પાછળ વાઘ પડે તો તું શું કરે?
મગનઃ તો હું દોડવા માંડું.
છગનઃ અને જો વાઘ પણ તારી પાછળ દોડવા માંડે તો તું શું કરે?
મગનઃ તો હું જલ્દી થી દોડવા માંડું.
છગનઃ જો વાઘ પણ તારી પાછળ જલ્દી થી દોડવા માંડે તો?
મગનઃ તો હું એનાથી પણ વધુ ઝડપ થી દોડવા માંડું.
છગનઃ પછી વાઘ પણ વધુ ઝડપ થી દોડવા માંડે તો તું શું કરે?
મગનઃ તો પછી હું ઝાડ પર ચડી જાઉ.
છગનઃ અને જો વાઘ પણ તારી પાછળ ઝાડ પર ચડી જાય તો તું શું કરે?
મગનઃ પછી મારે ક્યાં કાંઇ કરવાનું હોય? જે કરવાનું હોય તે તો વાઘે હોય ને.

Tuesday, July 1, 2008
No Title
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
- અમૃત ‘ઘાયલ’
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
- અમૃત ‘ઘાયલ’
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
- અમૃત ‘ઘાયલ’
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
- અમૃત ‘ઘાયલ’
Subscribe to:
Posts (Atom)